STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

4  

Chaitanya Joshi

Inspirational

કર્મના હિસાબથી

કર્મના હિસાબથી

1 min
27.2K


આખરે સત્યને સ્વીકારવું પડશે.

લક્ષ્ય મૂઠી ઊંચેરું ધારવું પડશે.


દિવાસ્વપ્ન એ નથી કૈં દુનિયા,

મળેલાંને મારું માનવું જ પડશે.


દલીલો બધી મૌન થૈ જવાની,

ધરતી પર કદમને માંડવું પડશે.


સૌ સગા આપણાનો વ્હેમ જશે,

કર્મના હિસાબથી ગણવું પડશે.


ભૂલ કરનારા ખુદ ઉકેલ ગોતશે,

એકડે એકથી ફરી ભણવું પડશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational