કરી લેને બુચ્ચા
કરી લેને બુચ્ચા
મારી સાથે ન કરને કીટ્ટા;
આપણે તો છીએ પાક્કા મિત્ર-સખા,
ચાલ હવે કરી લેને બુચ્ચા.
તારી મારી મિત્રતા છે પ્રચલિત;
તો કેમ ? મને જોઈ થઈ જા, છો વિચલિત,
ચાલ હવે કરી લેને બુચ્ચા.
ઓ મિત્ર...ચહેરા શોભે સદા સ્મિત;
મને બનાવને,તારા હૃદયનો મનમીત,
ચાલ હવે કરી લેને બુચ્ચા.
તારો-મારો સંબંધ છે,બાળપણથી અનોખો;
તો કેમ ? કરે છો મારા ગુસ્સો,
ચાલ હવે કરી લેને બુચ્ચા.
ઓ...મિત્ર એટલું બધુ મોં ન મચકોડ;
હસવા માટે દિવસની ક્યાં છે ખોટ,
ચાલ હવે કરી લેને બુચ્ચા.
દરેક સંબંધ શોભે હસીને;
જોઈ મને, કેમ ચાલ્યો જા છો ખસીને ?
ચાલ હવે કરી લેને બુચ્ચા.
ઓ મિત્ર, 'ધરા' પર ચલણ છે હસવાનો;
મને એક મોકો આપ ભૂલ સૂધારવાનો,
ચાલ હવે કરી લેને બુચ્ચા.
