Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Inspirational

4  

Pravin Mehta

Inspirational

કર

કર

1 min
7


શ્રદ્ધા ધરી આગળ વધવા પ્રયાસ કર,

અતિ રમણીય સ્થળે તું પ્રવાસ કર.


સજ્જન લોકોની સાથે નિવાસ કર,

શરીરને શોભતો સુંદર લિબાસ કર.


જીવનમાં કોઈ સાથે ના કંકાસ કર,

દ્વાર આગળ બેસવા તું અગાસ કર.


તારી જ ભૂલ શોધવાની તપાસ કર,

કુળદીપક બની કુટુંબમાં ઉજાસ કર.


આશા ભર્યાં લોકોને નવ ઉદાસ કર,

લોકો સાથે ખોટેખોટી ન ડંફાસ કર.


વાસ્તવિક રીતે રાષ્ટ્રનો વિકાસ કર,

ભેળસેળ વિનાની ચીજો નિકાસ કર.


જીવન સુગંધી કરી સારી સુવાસ કર,

અંગ્રેજી ત્યજી સંસ્કૃતના ક્લાસ કર.


'પ્રવિણ' માનવદેહને ના નાપાસ કર,

ખુલ્લા હાથે જવું , ના તું આભાસ કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational