STORYMIRROR

Dashrathdan Gadhavi

Drama

3  

Dashrathdan Gadhavi

Drama

કોણ ?

કોણ ?

1 min
233

કોણ નસીબ ચમકાવે છે, અને,,  

કોણ આમજ અંધારે અફળાવે છે, 


કોઈક તો છે, સૂત્રધાર આ મંચનો,

વિચારો ? કોણ આ બધુ ચલાવે છે, 


એકને હીરો બનાવીને, ક્યાંથી ક્યાં પહોંચાડે,

લાખો આંખો અને હૃદયમાં એને બેસાડે છે, 


એક એકાંતે ઓશિયાળા, એકલો પટકાતો, 

અસીમ અંધકારમાં જઈ એને પછડાવે છે, 


નભ તારક એક, જે પર વિશ્વભરની નજરો, 

એક ઊંડી ખીણમાં, બધા સ્વજન પણ ગુમાવે છે,


દસુ એ મળે આપને તો, જરા મને પણ કહેજો, 

એજ છે ! એજ ! જે સારી દુનિયા ચલાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama