Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parulben Trivedi

Inspirational

4.7  

Parulben Trivedi

Inspirational

કોણ જોઈ શકે !

કોણ જોઈ શકે !

1 min
23.4K


ખેલ નિયંતાએ, ખેલ રચ્યો અહીં.

કોણ, ક્યારે આ , ખેલમાંથી વિરામ લેશે, 

એ એનાંથી વધારે કોણ જોઈ શકે ?


આ ખેલનિયંતાના ખેલમાં,

પ્રેમથી સિંચ્યા સૌ કોઈને,

મયૉ પછી એ યાદ કરશે કે કેમ ?

એ જીવથી અધિક, બીજુ કોણ જોઈ શકે ?


હુંથી શરૂ કરેલ,

આ હુંની યાત્રામાં,

સારા- ખોટા કર્મો મારા,

ને આ કર્મોની જીવગતિ શી ?

એનાથી વધારે કોણ જોઈ શકે ?


શ્રી ગીતા પર હાથ મૂકીને કૉર્ટે,

ખાતા સોગંદ સત્ય વચનના,

પણ આ વચન કેટલું સત્ય ?

એનાથી વધારે કોણ જોઈ શકે ?


સંતો કરતાં કથાનું ગાન પણ,

અંતરમાં ન હોય રામનું નામ,

પ્રભુના નામે પૈસો કમાવે,

ક્યારે એ દગો દઈ ઠગાવે ?

એ ક્યારે કોણ જોઈ શકે ?


આખી જિંદગી સંતાનો માટે,

શ્વાસ બની રહેતાં મા-બાપ,

પણ આ શ્વાસ દગો દઈ બેઠો,

અંતરમાં મોટો ઘા કરી બેઠો,

એ વેદનાને કોણ જોઈ શકે ?


હું સદાયે કર્મો કરતી,

મુજ આત્માની સાક્ષીએ.

મારા મનના તરંગોની ,

રગેરગ આત્માથી વધારે,

કોણ જોઈ શકે ?


હું સદા સવૅદા ,

જેની નિકટ રહેતી,

મારા મનની બધી,

વાતો કહેતી,

કેવો સ્વભાવ છે મારો ?

એ પરિવારજનોથી ,

અધિક કોણ જોઈ શકે ?


જે જેની નિકટ રહેતું,

તેને તે ઓળખી શકતું,

પણ, હું અંતર ઊંડાણથી,

હસુ કે રોવુ, મારી આ વેદનાને,

મારા અંતરાત્મા સિવાય,

બીજુ કોણ જોઈ શકે ?


એ જોઈ શકે મને,

હું જોઈ શકું એને,

એવી એકજ બ્રહ્માકાર,

વૃત્તિ બને તો પછી,

કોને કોણ જોઈ શકે ?


Rate this content
Log in