STORYMIRROR

Neha Purohit

Classics

3  

Neha Purohit

Classics

કોણ છીયે તારા ?

કોણ છીયે તારા ?

1 min
27.2K


અમે એવાં તે કોણ છીયે તારા ?

સહેજ હોઠ મલક્યાં ને સહેજ બોલ હરખ્યા,

તેં ખોલ્યા સગપણનાં પટારા !

અમે એવાં તે કોણ છીયે તારા ?

ચરણો તો હળુહળુ ઉપડ્યાં,

ને શમણાની નગરીમા વાસ કીધો જઈ,

હું યે થઈ ઘેલી, નંઈ સમજ્યું...

વિચાર્યું- ભૈ ડગલાં ભરું કે ભરું નંઈ !

પહોંચી ન પહોંચી ને તેં યે વાલમજી

ત્યાં પગરવનાં કીધા વરતારા!

અમે એવાં તે કોણ છીયે તારા ?

કડકડતા પોષની મધરાતે લાગે

મુંને વૈશાખી વાયરાની લૂ,

થીજેલા ગામનાં પાદર વચાળે

જઈ તુંને પોકારતી હું,

મચકામાં ભાભી યે બોલી કે ઊંઘમાં છે

કોના તે નામનાં લવારા?

અમે એવાં તે કોણ છીયે તારા.. ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics