STORYMIRROR

Neha Purohit

Classics

4  

Neha Purohit

Classics

હે ગુજરાતી માતા

હે ગુજરાતી માતા

1 min
28.1K


હે ગુજરાતી માતા, આપ 

હરો અમારા સહુ સંતાપ ॥૧॥

નવખંડે તમારો વાસ

પૂજીએ તમને શ્વાસેશ્વાસ ॥૨॥

કૃપા કરી દ્યો આશીર્વાદ

જીતીએ સઘળા વાદવિવાદ ॥૩॥

વ્યાકરણ છે તમારું અંગ

સહુએ કરવો એનો સંગ ॥૪॥

કવિને શીખવાડો છંદ

રહે ન કવિતા ભાવે અંધ॥૫॥

લેખકને દ્યો શબ્દ અપાર

કરે તમારો જયજયકાર ॥૬॥

એવું અમને આપો જ્ઞાન

રહે તમારું અનુસંધાન ॥૭॥

બુદ્ધિધનની કરજો લ્હાણ

ગાય તમારા સહુ ગુણગાન ॥૮॥

આ અષ્ટકને માની લો, 

માન માતૃભાષાને દો.

બાળકને ઓછો થાય ભાર, 

સુખસંપત હો દ્વારેદ્વાર.

'નેહા'ની છે એ જ અરજ, 

માતપિતાને મળે સમજ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics