STORYMIRROR

Neha Purohit

Classics Inspirational

3  

Neha Purohit

Classics Inspirational

ક્યાં જશું ?

ક્યાં જશું ?

1 min
28K


આટલો ઉજાસ છોડી ક્યાં જશું?

સ્પંદનો તોડી મરોડી ક્યાં જશું?

ડગમગેલું મન અને અંધારપટ્ટ,

લઈને રૂની કાખઘોડી ક્યાં જશું?

સાત સૂરજ આંગણામાં ઝળહળે,

એ જ ઘરમાં કાચ ચોડી ક્યાં જશું?

આંગણે શોભા કરો તો ઠીક છે,

આંખમાં પૂરી ચિરોડી ક્યાં જશું?

લાકડી થઈ અંધને સંભાળીએ,

આંખ ગાંધારી શી ફોડી ક્યાં જશું?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics