STORYMIRROR

Neha Purohit

Others

3  

Neha Purohit

Others

ઝળઝળિયા

ઝળઝળિયા

1 min
14.2K


વરણને ઢાંકીને તડકો ઝીલે નળિયા !

નસીબે સ્લેબને ઉકળાટ.. તરફડીયા.


રુપાળા સ્વપ્નને જો આશરો ધરશો ,

ઘડિભરનું ચૂકવણું થાય ઝળઝળિયા !


કદિક તું પણ ફરી શકશે જ આ પડખું,

એ આશીર્વાદ કોઇ પીરે મેળવીયા ?


નદીની ચીસમા દમ હોય, નહીંતર શું 

એ કાંઠા સાવ અમથાં સાથ દડદડિયા ?


છે જન્માક્ષરનો કોઇ દોષ શું કરવું 

એ આવ્યા, ને અછડતા રહી બહુ મળીયા .


Rate this content
Log in