કોણ છે તું ?
કોણ છે તું ?
જેને વાંચતા વાંચતા આખી જિંદગી નીકળી જાય,
એવુ અદભુતનવલકથાનું પુસ્તક છે તું.
જેના સ્પર્શ માત્રથી પ્રજ્વલિત થઈ જવાય,
એવી હોમિત અગ્નિ છે તું.
જેના હોવાથી સુવાસ પથરાતી રહે,
એવુ રંગીન પુષ્પ છે તું.
જેના સંગે જીવન જીવન લાગે,
એવી અવર્ણનીય લગની છે તું.
ના હોઈશ તો શું કરીશ હું એકલો,
માનવ દેહ ની બે આંખો સમી મહત્વ ની છે તું.
આતો લખતા લખતા લખાય ગયું,
બાકી તો શબ્દો આછા પડે એટલી જરુરી છે તું.

