STORYMIRROR

Satish Sakhiya

Tragedy

3  

Satish Sakhiya

Tragedy

કોને કહું?

કોને કહું?

1 min
26.8K


વાત આ દિલની હું કોને કહું? 

વ્હાલા હતાં વેરી થયા કોને કહું? 

પહેરી મહોરુંને પોતાના બની,

પીઠ પાછળથી ઘા કર્યા કોને કહું?

પોતાના હતાં તે પારકા થયાને 

પારકા પ્રાણ પાથરી ગયા કોને કહું?

પકડાવી તૂટી નાવ અમોને એ તો 

કરો દરિયો પાર કહી ગયા કોને કહું?

સહનશકિતની હદ થઈ 'સતીષ'ને

યમરાજ સાથે વાંધા પડ્યા કોને કહું?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy