કોને કહેવું
કોને કહેવું
તકલીફ થાય છે બહુ તકલીફ થાય કોને કહેવુ,
રોજ સપના ભર્યા મહેલો વિખેરાય કોને કહેવુ ?
સમજણના સિમાડા સૌ પારખી જીવ્યે રાખી,
છતાં હૈયુ ના સમજીના મારગે ભરાય કોને કહેવુ ?
રોકી નથી શકાતું કોઈને જતા રહે મનમરજીથી જે,
હ્રદયે તીક્ષ્ણ છાનુછપનુ દ્વંદયુધ્ય છેડાય કોને કહેવું ?
સ્વાર્થીપણાનો સમંદર અહી હિલ્લોળા લેતો ચારેકોર,
શોધે જડે ના એકેય વિશ્વાસુ માણસાય કોને કહેવું ?
મુખોટા પહેરી જીવશે ક્યા લગી દંભી લોકની જમાત,
'સાં'જ નથી કોઈને ઈશ તણો ભય જરાય કોને કહેવુ ?
