STORYMIRROR

Chirag Padhya

Classics Inspirational

3  

Chirag Padhya

Classics Inspirational

કંઈક કરવું પડશે...

કંઈક કરવું પડશે...

1 min
646



જ્ઞાનનો દરિયો અટવાયો અહમના કિનારે,

અહમને ઓગાળવા કંઈક કરવું પડશે.


સ્વાભિમાન પડ્યું ઘૂંટણે અભિમાન સામે,

સ્વાભિમાન જગાડવા કંઈક કરવું પડશે.


હું મહાન હું મહાન ના બોલાઈ રહ્યા નારા,

હું પણું ભગાડવા કંઈક કરવું પડશે.


ગુણો દબાયા અવગુણોના બોજ તળે,

ગુણોને ટકાવવા કાંઇક કરવું પડશે.


માન નથી જળવાતું સર્વત્ર અપમાન વાણી,

માન સાચવવા હવે કંઈક કરવું પડશે.


સમાજમાં તૂટી રહી ભાવના પરિવારની,

પરિવાર બચાવવા કંઈક કરવું પડશે.


લખો છો એ સારું, લખાણમાં શું નિયમો?

નિયમ સમજાવવા હવે કંઈક કરવું પડશે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics