કલ્પવૃક્ષ
કલ્પવૃક્ષ
સંસારમાં જ્ઞાની દાની ઘણા હોય,
ઈતિહાસમાં જેમની નોંધ હોય,
લોકો તેમનાજ ગુણગાન ગાય,
એમનો એ કૃતાર્થભાવ ગણાય.
જગમાં બોલે તેના બોર વેચાય,
મૌન રહી ભલાઈનું કામ થાય,
તો ધ્યાન કોઈનું પણ ન ખેંચાય,
વૃક્ષોનું પણ આવું જ કાંઈ થાય.
છોડ ઉછેરાય જો પ્રેમભાવથી,
પુરી માવજત શુભ સંકલ્પથી,
વધી છોડ એ ને કલ્પવૃક્ષ થશે,
આશિષ સદા અંતરથી વરસે.
સિદ્ધયોગીની જેમ સમાધિ લાગે,
પરોપકારે રાત દિવસ જાગે,
એની પાસે જે માંગે તેને તે મળે,
રાખેલ શ્રદ્ધા સબૂરી સદા ફળે.
જેને આપ્યું તેને બેહિસાબ દીધું,
અપકાર સામે ઉપકાર કીધું,
નિર્ધન પણ ધનવાન બનશે,
જો એ મહેર કલ્પવૃક્ષ કરશે.
