STORYMIRROR

Kiran piyush shah "kajal"

Fantasy Inspirational

3  

Kiran piyush shah "kajal"

Fantasy Inspirational

કલ્પના

કલ્પના

1 min
241

કાશ ! કરી મન ચડે કલ્પનાની પાંખે,

પછી થઈ સવાર કરે, 

કલ્પનલોકની સવારી.


દલાતરવાડી જેમ, 

લઉં કલ્પન બેચાર,

અરે લેને દસબાર.


બસ મન ચગડોળે ઘૂમ્યા કરે,

રોજ નવી વાતો, નવી કવિતાઓ,

નવ નવ પ્રદેશના ખેડાણ,

અનુભવનું ભાથુ.


આમ 

એતો ફર્યા કરે,

કલ્પના કંઈ થોડી એકની હોય,

એતો જેવો માણસ, એવી કલ્પના.


કોઈ શેખચલ્લી બને

કોઈ લેખક, કોઈ કવિ

અને કોઈ સર્જે અવનવી શોધ 

આ બધું જ કલ્પનોને જ આભારી.


પણ

આ મનડું સમજતું જ નથી,

સાવ કોરી કલ્પના શું કામની ?

આ કલ્પનોની રોટલી બને ?

પેટ ભરાય ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy