STORYMIRROR

Kaushik Dave

Fantasy Children

4  

Kaushik Dave

Fantasy Children

કલ્પના

કલ્પના

1 min
247

ક્યારેય કલ્પના કરી હતી કે જમાનો આટલો એડવાન્સ થશે ?

કેવા હતા જુના દિવસો એ માટીના ચૂલા ને લાકડાનો ભારો !


યાદ કરો એ દિવસોને બાળપણમાં શું રમતો રમતા હતા ?

બસ એજ થપ્પો, ગીલ્લી ડંડા, લંગડી અને દોડ પકડ 


કેવી મજા હતી એ દિવસોમાં મિત્રો સાથે રમવું આનંદ કરવો

આજ પણ એ સ્મરણો જુના દિવસોની યાદ તાજી કરાવે છે


જમાનો પણ કેવો એડવાન્સ થયો કે ઘર બેઠા દુનિયા દર્શન !

દુનિયા ભરના સમાચારો તમારા હાથમાં રહેલા મોબાઈલ પર


હવે તો બાળકોની રમતગમત પણ બદલાઈ ગઈ છે

આઉટડોર ગેમની જગ્યાએ મોબાઈલ ગેમ રમે છે


બસ અભ્યાસ માટે સર્ચ પણ હવે મોબાઇલ પર

એજ્યુકેશન એપ પણ હવે ઘર બેઠા ભણી શકાય છે 


ક્યારેય આપણે આવી કલ્પના કરી હતી કે દુનિયા બદલાઈ જશે

કલ્પના કરવા લાગીએ આપણે તો નવા નવા રિસર્ચ થાય છે


ચાંદ પર જવાની પણ આપણી એક કલ્પના પણ હતી ને !

આજે એ કલ્પનાને ભારત દેશ પણ સાકાર કરી રહી છે


સ્વપ્નમાં રહેવું કલ્પના કરવી એ માનવ સહજ સ્વભાવ છે

પણ વાસ્તવિકતામાં જીવન જીવવું એ આપણી ફરજ છે


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy