Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parulben Trivedi

Inspirational

4.0  

Parulben Trivedi

Inspirational

કલમ

કલમ

1 min
63


મુજ હ્રદયને વાચા આપી રહ્યો,

જાણે વેદનાનો સાથી બની રહ્યો,

સુખમાં સરગમ બની રહ્યો,

જાણે કલમ સૌનાં હ્રદયને સ્પર્શી રહ્યો !

મુરઝાયેલા ચહેરામાં સ્મિત પૂરી રહ્યો,

કલમ નિરાશાને ભગાવી રહ્યો,

મનની મક્કમતાને ખીલવી રહ્યો,

કલમ જિંદગીને ઊજવળ કરી રહ્યો !


કવિ જીવનના સારને નીચોવીને,

કાગળ પર અંકિત કરી રહ્યો,

કલમ કવિ હ્રદયનો જાણે,

જીવતો જાગતો હથિયાર બની રહ્યો !


શબ્દેશબ્દની સાંકળ બનાવી,

કોઈના જીવનને સુગંધિત કરી રહ્યો,

કાલના ભાવિ બાળકોમાં,

કલમ સુસંસ્કારોનું સિંચન કરી રહ્યો !


વિશ્વ કલ્યાણ અર્થે કલમ,

તેની જાતને ઘસી રહ્યો,

ન કરશો મલિન શબ્દનો ઉપયોગ,

એ મનમાં દુ:ખી થઈ રહ્યો !


કલમ,પેન છે મારો હથિયાર,

જગ જીતાશે રચી શબ્દોની ગરિમાળ,

જિંદગીની બાજી સુધારવાનો એ હથિયાર,

પ્રેમના સોપાનનો કલમ છે રખવાળ !


Rate this content
Log in