STORYMIRROR

Bharat Parmar

Inspirational

4  

Bharat Parmar

Inspirational

કિસ્મતને દોષ !

કિસ્મતને દોષ !

1 min
285

બંધ બારણે રહેતો માણસ

બારીથી બહાર નીકળતો માણસ,

જ્યારે જ્યારે ફસાતો માણસ

કિસ્મતને દોષ દેતો માણસ !


જીવન સાગરમાં બળતો માણસ

મૃગજળના પાણીમાં તરતો માણસ,

જ્યારે જીવનમાં ડૂબતો માણસ

કિસ્મતને દોષ દેતો માણસ !


ઈર્ષા અદેખાઈ કરતો માણસ

માનવતા નેવે મૂકતો માણસ,

જ્યારે ઘમંડમાં હારતો માણસ

કિસ્મતને દોષ દેતો માણસ !


સાચને ખોટું કરતો માણસ

ખુદાને પણ છેતરતો માણસ,

જ્યારે જ્યારે ડરતો માણસ

કિસ્મતને દોષ દેતો માણસ !


મારું મારું કરતો માણસ

સાથે કંઈ ના લેતો માણસ,

ખુલ્લા હાથે જાતો માણસ

કિસ્મતને દોષ દેતો 'વાલમ' !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational