STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

કિનારે થઈ હતી પ્રથમ મુલાકાત

કિનારે થઈ હતી પ્રથમ મુલાકાત

1 min
187

દરીયા કિનારે થઈ હતી આપણી મધમીઠી પ્રથમ મુલાકાત,

વાત વાતમાં કરી લીધી હતી આપણે દિલની તમામ વાત,


તારું ભીનું ભીનું સ્મિત હતું, અને નશીલી આંખોનો ઈશારો,

તારી આંખોનો ઈશારો કરી ગયો જાણે દિલમાં રહેલી લાગણીની અદ્ભૂત રજૂઆત !


ઉછળતી કૂદતી લહેરો અને કિનારા સાથેનો લહેરોનો પ્રેમભર્યો સંવાદ હતો,

મને યાદ છે એ હતી આપણી પ્રથમ મુલાકાત,


આભની અટારીએથી વરસતી ચાંદની હતી,

જાણે આભે સિતારાઓની હતી બારાત !


હૈયે થઈ હતી ત્યારે આપણા પ્રેમની શરૂઆત,

હૈયે લાગણીઓનો શોર હતો, ચારેકોર હતી નીરવ શાંતિ,


ત્યારે કરી હતી આપણે બંનેએ પ્રેમની મધમીઠી કબૂલાત,

રોમાંચિત થયેલી ધડકનોનો મીઠો રવ હતો,


ધડકતા બે દિલનો હતો સંગાથ,

આપણી વાતો વાતોમાંજ થઈ ગયું હતું પ્રભાત,


યાદ છે મને એ દરિયા કિનારો,

એ પ્રકૃતિનો સુંદર નજારો,

એ તારી નશીલી આંખોનો ઈશારો,

જ્યારે થઈ હતી આપણી એ મધમીઠી પ્રથમ મુલાકાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance