ખ્યાલ
ખ્યાલ
ઘણીવાર ખ્યાલ આવે છે કે પંખી બની જાઉ તો,
ઊડાઊડ કરીને ઝાડની ડાળી ઉપર બેસી જાઉ તો કેવી મજા આવે ઝૂલવાની,
પાણી ભરેલા કુંડમાં થોડા છબછબિયા કરી લઉ,
કોઈની બારીમાં બેસીને થોડું હું ફરી લઉ,
ઘણીવાર ખ્યાલ આવે છે કે પંખી બની જાઉં તો,
માળો હું મારો ઘટાદાર ઝાડ ઉપર બાંધી લઉ,
આસમાનમાં હું થોડું વિહરી લઉં,
બસ હું પંખી બની જાઉ તો મારા મનનું ધાર્યુ કરી લઉં.
