ખેડૂત
ખેડૂત
1 min
177
હું જગનો તાત છું, કણ નાખું અને મણ ઉગાડું છું,
પશુ પંખી અને માનવીઓને ભોજન આપું છું,
લહેરાય મારું ખેતર પાકથી ત્યારે હું હરખાવ છું,
કડી મહેનત કરીને અનાજ ઉગાડું છું,
લીલી ચૂંદડી ઓઢી હોય એવી ધરતીને શણગારૂ છું,
ના જોવ ટાઢ તડકો ને મહેનત કરી જાણું છું,
વાવણી કરીને હું ખુશ થાવ છું,
સારું ખરાબ થાય તોય હું તો હૈયે ધરપત રાખીને કામ કર્યે જાઉં છું.
