સ્વતંત્રતા
સ્વતંત્રતા
બધાં દેશ કરતા મારો ભારત દેશ નિરાળો છે,
અહીંયા આઝાદીથી જીવન જીવાય,
ધર્મ જે પાળવો હોય તે પળાય છે,
બોલવા ચાલવા ઉપર ના કોઈ પ્રતિબંધ છે,
ના કોઈ પહેરવેશનો નિયમ છે,
સ્વતંત્ર રીતે જીવન જીવાય છે,
મંદિરમાં પૂજા અર્ચના થાય છે,
મસ્જિદમાં નમાઝ અહીંયા પઢાય છે,
જેને જે ધર્મ પાળવો હોય તે પાળવાની છૂટ અપાય છે.
