STORYMIRROR

Beena Ashar

Others

3  

Beena Ashar

Others

આઝાદી

આઝાદી

1 min
136

ચાહ મને આઝાદીની છે,

શોધું છું હું ગુરૂ દ્રોણ જેવા, જેને ગુરૂદક્ષિણામાં અંગુઠો દેવાનું મન થાય,

અત્યારે પૈસાના જોરે શિક્ષણ અપાય છે,


ચાહ મને એવી આઝાદીની છે,

કહે છે બાળકોને મુક્ત ગગનમાં વિહરવા દો,

પણ દિલમાં એક ડર બેઠો છે,

કોલેજની બહાર છડેચોક ડ્રગ્સ વેચાય છે, ધૂમાડાનાં ગોટા ઉડાડાય છે,

દારૂ નામના અજગરે ભરડો લીધો છે,

યુવાધન વ્યસનમાં વેડફાઈ જાય છે,


ચાહ મને એવી આઝાદીની છે,

દેશની રક્ષા કરનાર જ અહીં ભક્ષક છે,

બધું જ જાણતા હોવા છતાં પોલીસો પૈસા ખાઈને આંખ આડા કાન કરતા હોય છે,

 

ચાહ મને એવી આઝાદીની છે,

જેમાં સચ્ચાઈની જીત થાય અને બુરાઈનો અંત થાય એવી સ્વતંત્રતાની રાહ છે.


Rate this content
Log in