ખુશીઓનું સરનામું મળી ગયું
ખુશીઓનું સરનામું મળી ગયું
હું તો નીકળી ખુશીની શોધમાં,
આ દુનિયાની ભીડમાં,
ગાડી, બંગલા, મોટર, ખરીદ્યા,
મોંઘા કપડાં, મોંઘા ઘરેણાં, ખરીદ્યા,
મોંઘા મોલ, મોંઘા રેસ્ટોરન્ટમાં ગઈ
ખુશી, ક્યાંય ના મળી,
ગઈ કુદરતના સાનિધ્યમાં,
મહેકતા ફૂલને જોઈને હૈયું હરખાયું,
આ કથ્થક નૃત્ય કરતા મોરને જોઈ,
મન નાચી ઉઠ્યું,
આ કોયલનો ટહુકો સાંભળી,
આ હૃદય ઝૂમી ઉઠયું,
આ ઝરણાનો ઝણકાર
મનના તાર ઝણ ઝણવી ગયું,
નાખ્યો ગરીબની ઝોળીમાં સિક્કો,
તેની મુસ્કાન જોઈ,
ઉદાસી મારાથી અળગી થઈ ગઈ,
ચાની ચૂસકી સાથે,
મિત્રો સાથે ગપ્પાં માર્યાં,
ઉદાસી તો મારાથી રિસાય ને,
દૂર ચાલી ગઈ,
પૂરા પરિવાર સાથે પ્રવાસે ગયો,
ઉદાસીએ કહી દીધું મને અલવિદા,
સત્ય જીવનનું,
સમજાય ગયું,
ખુશીઓ પૈસાની મોહતાજ નથી,
લેવા કરતાં,
આપવામાં મજા છે,
જીદ કરવા કરતાં,
જતુ કરવામાં મજા છે,
ખુશીઓ તો સાવ સસ્તી છે,
પણ આ ભ્રમિત મનની,
ઈચ્છાઓ,
ખુશીઓને ટકવા દેતી નથી.
