STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

ખુશીઓનો ફાલ

ખુશીઓનો ફાલ

1 min
467

સારા સબંધો જીંદગીને હંમેશ રાખે છે ખુશહાલ,

પૈસાની અમીરી સાથે સબંધોની અમીરી કરશે માલામાલ,

વાવતેર સારા સબંધોનું, ફાલ બની રહે છે ખુશીઓનું,

સબંધોમા હરહંમેશ કરતા રહેવાનું ‘ગમતાનો ગુલાલ’,


સબંધોનું વાવતેર માંગે હંમેશ સારી સમજનું ખાતર,

સદભાવ અને સારો સ્વભાવથી સબંધો રહે તરબતર,

વાવતેર સારા સબંધોનું, ફાલ બની રહે છે ખુશીઓનું,

જીવવું હોય સારું તો બનો સબંધોના સિકંદર,


જીભ પર રાખો કાબૂ, જીભ બની શકે છે સબંધો પર શ્રાપ,

સબંધોમા ક્યારેય નહીં કરવાનું ‘અબોલા’નું પાપ,

વાવતેર સારા સબંધોનું, ફાલ બની રહે છે ખુશીઓનું,

સબંધોમાં હરહંમેશ હોવો જોઇએ સમાધાનનો વ્યાપ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational