ખુલાસો કરવાનો રહી ગયો
ખુલાસો કરવાનો રહી ગયો
એક વાર સાંભળ તું મારો ખુલાસો,
આમ જગ સામે ના કર તું તમાશો,
લોકોની વાતો પર ધ્યાન ના દે તું કદી,
બસ દુઃખમાં આવી તું આપ થોડો દિલાસો.
સાચી વાતનો ખુલાસો કરવાનો રહી ગયો,
દિલમાં અજંપો હતો એ કહેવાનો રહી ગયો,
બસ કશુંય બોલવાનો મોકો આપ્યો નહીઁ મને,
હકીકતને શબ્દોનો દેહ આપવાનો રહી ગયો.