ખુદને માલામાલ કરી લઉં છું
ખુદને માલામાલ કરી લઉં છું
તારા પ્રેમથી ખુદને માલામાલ કરી લઉં છું,
એમજ મારી જાતને ખુશહાલ કરી લઉં છું.
મારી ખુશીઓ પર ફક્ત તારો અધિકાર છે,
ગમતાનો પણ હું તો ગુલાલ કરી લઉં છું.
તારા સ્મરણ થકી મળે મને ખુશીઓ,
આમ મારી દુનિયા હું જમાંલ કરી લઉં છું.
તારી યાદોને રાખું છું હૈયાની તિજોરીમાં,
જિંદગીના જંગમાં એને ઢાલ કરી લઉં છું.
રાત દિવસ તારા ખ્યાલોમાં ખોવાઈ ને,
મારી જાત ને હું બેખ્યાલ કરી લઉં છું.

