STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

2  

Drsatyam Barot

Inspirational Others

ખુદને ગમતો થા

ખુદને ગમતો થા

1 min
13.5K


સૌની સાથે રમતો થા,

સૌની સાથે જમતો થા.


ધર્મોના વાડા તોડી,

સૌના દિલમાં ફરતો થા.


લકવો થ્યો છે જાતીને,

ખુલ્લા પગલે હરતો થા.


છોડી દે બાધા ફાધા,

ખુદમાં ઇશ્વર રટતો થા.


ઈર્ષા, નફરત ભૂલી જા,

પ્હેલાં ખુદને ગમતો થા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational