STORYMIRROR

Mehul Trivedi

Inspirational

3  

Mehul Trivedi

Inspirational

ખોવાઈ ગયો છે ગરબો

ખોવાઈ ગયો છે ગરબો

1 min
209

શોધ્યો છતાંં મળ્યો નથી ..

ખોવાઈ ગયો છે મા નો ગરબો …


શોધ્યો મેં શહેરમાં, શેરીમાં,

ગામમાં, ચોકમાં,


શોધ્યો છતાં મળ્યો નથી ..

ખોવાઈ ગયો છે મા નો ગરબો …


ગયો હું પાર્ટી પ્લોટમાં ને,

વાયબ્રન્ટમાં પણ ..


શોધ્યો છતાં મળ્યો નથી ..

ખોવાઈ ગયો છે મા નો ગરબો …


દીવો લઈને ફરુ પણ ..

ફ્લડ લાઈટ ઝબકારા મારે..


શોધ્યો છતાં મળ્યો નથી ..

ખોવાઈ ગયો છે મા નો ગરબો …


આવો, મેહુલની સાથે જઈએ..

શોધવા જઈએ મા નો ગરબો …


શોધ્યો છતાં મળ્યો નથી ..

ખોવાઈ ગયો છે મા નો ગરબો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational