STORYMIRROR

Narendra K Trivedi

Inspirational

4  

Narendra K Trivedi

Inspirational

ખોટું નહીં ચાલે

ખોટું નહીં ચાલે

1 min
388

ખોટું નહીં ચાલે એ મગરૂર થઈ ને તો પસ્તાય છે,

ને આખરે અઘરું પડે તો પણ ભૂલો સમજાય છે.


કંકાશ ઝઘડાઓ નથી એવું અહીં તો ઘર નથી,

શાને ! નાની વાતોમાં આજે જિંદગી ભૂલાય છે.


સંબંધ નાતા એજ છે માળાનાં તો મણકા અહીં,

મોતીની માળા તોડશો સંબંધ તો વિખરાય છે.


પંખી પશુઓ લોક મળશે ભાતથી જુદાં ભલે,

છે બોલ ચાલો તો અલગથી બોલથી પરખાય છે.


કાઈ નથી શાસ્વત અહીં ભૂલાય જાશે કાળમાં,

છો ને હશે ! કામો બુલંદીના એ પણ વિસરાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational