ખોલ તારા દ્વાર
ખોલ તારા દ્વાર


ઘરથી ઘર સુધી
લોક લગાવીને જવાનું
મુખ, હાથ પર થયો કાબૂ
દીલ કોઈનું દુભાય જ ના
ખપ પૂરતી વાત થાય ને
પેટ પણ સાત્વિક થાય
શુદ્ધ થયુ વાતાવરણ ને
પૃથ્વી થઈ છે સ્વચ્છ
ગરીબને થાય મુશ્કેલીને,
અમીરને પણથયુ નુકસાન
સર્વે અહીં સરખા ભાસે
મૃત્યુ તો સત્ય છે પણ
અહીં ભય બહુ ભાસે
બહુ થઇ પ્રભુ કસોટી
સૌ અરજ કરે પ્રભુ
બચાવ તારી ધરાને
માનવ વગર શું મહેરામણ !
કર દયા કરુણાસાગર
રણછોડરાય ખોલને,
તારા દ્વાર દ્વારકાધીશ