STORYMIRROR

Bharat Thacker

Romance

3  

Bharat Thacker

Romance

ખંજન

ખંજન

1 min
743

ગાલમાં પડતા નમણા ખાડા એ ખંજન છે,

પ્રેમીઓની આંખનું એ ખુશીઓનું અંજન છે,

કુદરતનું અનેરુ કરીશ્મા છે ખંજન,

ગાલનું કુદરતે કરેલું મખમલી મંજન છે,


ગાલમા ખંજન હોય કે હોય નમણું તીલ,

ઉમ્રના દોરમાં બન્ને લાગે છે ખૂબ કાતિલ,

કુદરતનું અનેરુ કરીશ્મા છે ખંજન,

ખામોશ દેખાતા ખંજન લૂંટી જાય છે દીલ,


ખંજનવાળા મલકાતા ગાલ અલગારી છે,

માદકતાથી ભરેલી મોહક ચિનગારી છે,

કુદરતનું અનેરુ કરીશ્મા છે ખંજન,

પ્રેમના તરસની એ મસ્ત પનિહારી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance