STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

ખંભાત

ખંભાત

1 min
205

દરિયા કિનારે વસેલું નગર ખંભાત એનું નામ છે

જુનું પુરાણું નગર એ સ્તંભ તીર્થધામ છે,


એક સમયની વેપારની નગરી જાહોજલાલી પણ હતી

ખંભાત બંદરેથી કરાતો વેપાર દેશ પરદેશ થતો હતો,


કેટકેટલા વિદેશી પ્રવાસીઓએ ખંભાતની નોંધ લીધી હતી

એ ખંભાતની મુલાકાતે અકીક, રેશમ વેપાર માટે જતા હતા,


સૂતરફેણી, હલવાસન, પાપડનું ચવાણું ખંભાતનું પ્રખ્યાત છે

ખાવા પીવાના શોખીન લહેરી લાલા ખંભાતી પ્રજા છે,


પ્રસાદીનું સ્વામિનારાયણ મંદિર, સ્તંભેશ્વર મહાદેવ પણ છે

ભક્તિ માર્ગે રહેતી દરેક ધર્મની ખંભાતી પ્રજા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama