Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

ખમા ! ખમા ! લખ વાર

ખમા ! ખમા ! લખ વાર

1 min
339


બીજાને બકરાં કરી, આપ બને ગોવાળ,

બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર;

લ્યાનત હજો હજાર, એહવા આગેવાનને.


બીજાંને બથમાં લઈ, થાપા થાબડનાર,

પોતાનાં વડિયા કરે કદમે રમતાં બાળ;

ખમા ખમા લખવાર એહવા આગેવાનને.


સિંહણ-બાળ ભૂલી ગયાં, ખુદ જનનીની કૂખ,

આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ;

મુગતિ કેરી ભૂખ, જગવણહાર ઘણું જીવો !



પા પા પગ જે માંડતાં, તેને પ્‍હાડ–ચડાવ

તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ;

રાતા રંગ ચડાવ, એહવા આગેવાનને.



'બમણા વધજો બેટડા ! (અને) શિષ્ય સવાયા થાય !'

એ તો કહેણી રહ ગઈ, રહેણી કિહાં કળાય ?

પ્યાલા ભરભર પાય (એવો) મૂર્શદતો એકજ દીઠો.


પગલે પગલે પારખાં, દમ, દમ અણઈતબાર,

શાપો ગાળો અપજશો ભરિયા પોંખણ–ચાળ;

કૂડાં કાળાં આળ, ખમનારા ! ઝાઝી ખમા.



બાબા ! જીત અજીત સબ, તેં ધરિયાં ધણી–દ્વાર,

મરકલડે મુખ રંગિયાં, દિલ રંગ્યાં રુધિરાળ;

દિયે ભરી વરાળ, હસનારા ! ઝાઝી ખમા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics