Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

માતા, તારો બેટડો આવે !

માતા, તારો બેટડો આવે !

2 mins
6.6K


માતા ! તારો બેટડો આવે,

આશાહીન એકલો આવે.

જોજો ! મારો બેટડો આવે,

સંદેશાઓ ખેપિયા લાવે.


જવાલામુખી એને કાળજે રે,

એની આાંખમાં અમૃતધાર –

એવો કોઈ માનવી આવે.

ભેળાં કાળનોતરાં લાવે–માતા૦


સૂતો રે હોય તો જાગજે સાયર !

ઘેર આવે પ્રાણાધાર;

હૈયે તારે બાંધ હિંડોળા,

મોભી મારો ખાય બે ઝોલા–માતા૦


ધૂળરોળાણાં એ મુખ માથે વીરા,

છાંટજે શીતળ છોળ;

પ્રેમથી પાહુલિયા ધોજે !

આછે આછે વાયરે લ્હેજે–માતા૦


તારા જેવાં એના આતમાનાં ગેબી

હિમ અગાધ ઉંડાણઃ

ત્યાં યે આજે આગ લાગી છે

ધુંવાધાર તોપ દાગી છે.–માતા૦


સાત સિંધુ તમે સામટા રે !

એની ઓલવાશે નહિ ઝાળ,

ઠાલાં નવ ઢોળશો પાણી !

ના ના એની વેદના નાની–માતાo


કોટકોટાન હૂતાશ જલે તારા

હૈયાની માંહીં ઓ આભ !

એવી ક્રોડ આપદા ધીકે

છાની એની છાતડી નીચે–માતા૦


માનતાં'તાં કૂડાં માનવી રે,

એને ફોસલાવી લેવો સે'લ !

પારાધીનાં પિંજરાં ખાલી,

હંસો મારો નીકળ્યો હાલી–માતા૦


ઘોર અંધારી એ રાતમાં રે

બીજાં બાળ ઘોરાણાં તમામ,

આઠે પાર જાગતી આંખે,

બેઠો તું તો દીવડે ઝાંખે–માતા૦


ખૂડ્યા બૂડ્યા બીજા ઘેલડા રે

માયામોહ કેરે પારાવાર;

બેટા ! તું તો પોયણું નાનું,

ઊભું એક અણભિંજાણું–માતા૦


પોતાના પ્રાણપિપાસુઓનાં તેં તો

ખોળલે ખેલાવ્યાં બાળ;

ચુમી ચુમી છાતીએ ચાંપ્યાં,

બંધુતાના બોલડા આપ્યા–માતા૦


રોમેરોમે તારે દાંત ભીંસી ઝેરી

કરડ્યા કાળુડા નાગ,

ડંખે ડંખે દૂધની ધારા,

રેલી તારા દેહથી પ્યારા ! – માતા૦


ચીર પાંચાળીનાં ખેંચવામાં નો'તા

પાંડવોએ દીધા હાથ,

આજે અધિકાઈ મેં દેખી.

બેટાઓએ માતને પીંખી–માતા૦



એકલો તું આડા હાથ દેતો ઊભો

દોખિયાંને દરબાર,

તારી એ અતાગ સબૂરી,

શોષી લીધી પ્રાણની પૂરી–માતા૦


કૂડ પીધાં હીણમાન પીધાં,

પીધાં ઘોળી દગાવાળાં દૂધ,

કડકડતાં તેલ તેં પીધા,

ગાળી ગાળી લોહ પણ પીધાં–માતા૦


ગોપવીને છાના ઘાવ કલેજાના

રાખજે ખૂબ ખામોશ !

વાવાઝોડાં કાળનાં વાશે,

તે દી તારી વાટ જોવાશે.–માતા૦


કંપશે સાત પાતાળ, આભે જાતા

ઝીંકશે. સાયરલોઢ,

ખંડે ખંડ બોળશે લાવા,

ભૂકમ્પોના ગાજશે પાવા–માતા૦


'ધાઓ ધાઓ ધેનુપાળ ! ' એવા

તે દી ઊઠશે. રે હાહાકાર,

શાદૂળા ને સાંઢ માતેલા,

ઢ્રુંગે ઢ્રુંગે ભાગશે ભેળા–માતા૦


ભાઈ વિદેશીડા ! વીનવું રે એને

રોકશો મા ઝાઝી વાર,

બેઠી હું તો દીવડો બાળું,

ક્યારે એના ગાલ પંપાળું–માતા૦


તારી કમાઈ ગુમાઈને રે મારે

માગવો નો'ય હિસાબ,

બેટા ! તારી ખાકની ઝોળી,

માતા કેરે મન અમોલી–માતા૦


Rate this content
Log in

Similar gujarati poem from Classics