Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

ધરતી માગે છે ભોગ !

ધરતી માગે છે ભોગ !

2 mins
6.6K


['૩૭ ની દાંડી–કૂચ વખતનું ]


દેવાયત ૫ંડિત દાંડી દાખવે - એ જૂના ભજનને ઢાળ


'પોરો રે આવ્યો હો સંતો ! પાપનો;

ધરતી માગે છે ભોગ.'

ઊંડી રે નીંદરુંમાં અમે સાંભળ્યું

'ધરતી માગે છે ભોગ !’


સૂતાં રે સ્વપનામાં અમે સાંભળ્યું,

'ધરતી માગે છે ભોગ !’

પડઘા પડ્યા રે ખંડેખંડમાં

ઘન ઘન સૂસવ્યા પવન;

અંધારી રાત્યુંનો મારો સાયબો

આઘે વીંઝે ગાઢાં વન–ઊંડી રે૦


દીધા રે ટકોરા એણે દ્વારમાં,

ભાંગ્યા એણે ભોગળોના ભાર;

વેણું રે વગાડી વસમા સૂરની,

સાયબાના ઝણેણ્યા સિતાર–ઊંડી રે૦


'નિંદરનાં ઘેરાણાં તમે જાગજો !’

ગરજ સાહેબનો સવાલ;

'આગ્યુંનાં ઓરણાં તમે ઊઠજો !

'કબરૂંનાં ઊઠો રે કંકાલ !–ઊંડી રે૦


‘જાગો હો બળહીણાં બંધુબેનડી !

‘આપણાં આવ્યાં છે ટાણાં,

'ઊઠો હો ખંખેરી ખોટી નબીકને !'

'મુગતિનાં વાયે રે વાણાં–ઊંડી રે૦


સમરથનો સૂરજ આજે આથમે,

આથમે ભૂપતિઓના ભાણ :

ખંડ રે પતિયુનાં તખતો ખળભળે,

ભાઈ ! એના દળમાં ભંગાણ–ઊંડી રે૦


દૂબળા રેવું છે દિન કેટલા ?

કેટલા જુગ રે કંગાળ ?

નોધારાં થઈને શીદ શરણાં લિયો ?

દુનિયાને દેજો રે હુંકાર–ઊંડી રે૦


લખોમખ વેરી છે ધણીએ રિદ્ધિયું

ધરતીને ખોળે ઠોરઠોર;

ખાવિંદે દીધા છે દરિયા ને હવા,

આજ એમાં પડિયા છે ચોર–ઊંડી રે૦


ઊંચાં રે નીચાં ને ધનવંત નિરધનાં,

ભાઈ રે એ તો કૂડના રે ભેદ,

ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી;

મનડાની આખરી ઉમેદ–ઊંડી રે૦


ખ્યાલા તે ઘૂંટ્યા મેં અમરત-પાનના:

આવજો પીવા પ્રેમવાન,

ઘુરે રે લાલપ-ઘેરી આંખડી,

મરવા બનો મસતાન—ઊંડી રે૦


ઊંડી રે નિંદરુમાં અમે માનિયું,

વાયરો સૂસવે ભેંકાર;

ગાઢા રે સપનામાં અમે શોચિયું,

વાદળાં કરે રે પોકાર—ઊંડી રે૦


ગાફિલ બનીને ઓઢ્યાં ગોદડાં,

ઘર ! ઘર ! ઘોર્યા સારી રેન;

જાગન્તા દીઠા રે નેજા ફરૂકતા,

ઊતર્યા મતલબનાં ઘેન—ઊંડી રે૦



સાયબાને દીઠો ઝળહળ ઝૂઝતો,

ચોય દશ ચડ્યા એના વીર;

તંબુરાની કીધી તુરી ને ભેરીઓ,

પાયાં એણે પોતાનાં રૂધિર—ઊંડી રે૦



માટીનાં કીધાં રે એણે માનવી,

જળમાંથી જલાવ્યા ચિરાગ:

ધજા રે રોપાણી સત ધરમની;

કડ-ઘેરે કળેળ્યા હો કાગ—ઊંડી રે૦


Rate this content
Log in

Similar gujarati poem from Classics