ખીલી બહાર
ખીલી બહાર
વરસ્યો ચહુકોર અખૂટ અનરાધાર;
બન્યો આજ સૌ જગનો તારણહાર...!
તપતી ધરતીનો તૃપ્તિનો ઓડકાર;
લાવ્યો વરસાદ આભેથી આરપાર...!
લતાઓની વનરાજી ખીલી અપાર;
મોરલાના ટહુકે ટહુક્યો રૂડો સંસાર...!
આભલેથી વરસીને સજ્યો શણગાર;
રંગીન મેઘધનુષ્ય બની લીધો આકાર...!
છલકાતી યૌવન પ્રીતની ખીલી બહાર;
મળવાની ઝંખના ભીંજવતી જોરદાર...!
