ખેડૂતની વેદના
ખેડૂતની વેદના
મહેનત કરીને અન્ન ઉગાડે છે,
સમાજનાં જીવનનો આધાર છે,
આપણે કહીએ ખેડૂત એને..!
પરવા કરી નહિ ક્યારે પોતાની,
પરિશ્રમ અને ઈમાનદારીનો મસીહા,
આપણે કહીએ ખેડૂત એને..!
મોંઘવારીના ચક્કરમાં પીસાય છે,
કુદરતનાં માર સામે લાચાર છે,
આપણે કહીએ ખેડૂત એને..!
કુદરતનાં પ્રકોપ સામે લાચાર છે એ,
છતાં હિંમત રાખી અડગ રહે એ,
આપણે કહીએ ખેડૂત એને..!
કમાણી મેળવતા મોટા વેપારીઓ,
ઉત્પાદન કરનાર દેવામાં સપડાય,
આપણે કહીએ ખેડૂત એને..!
જગતનાં તાતને રાખજો પહેલાં યાદ,
જે જનમથી જ આત્મનિર્ભર, અનંત,
આપણે કહીએ ખેડૂત એને..!
