STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

ખબર પડે

ખબર પડે

1 min
27.4K


કૃષ્ણને રાધાની આંખે જોઈએ તો ખબર પડે,

એનામાં અસ્તિત્વ કદી ખોઈએ તો ખબર પડે.


હતી એક મીરાં જે ઝેર જીરવી ગઈ એના નામે,

મીરાંની આંખે કદી જો રોઈએ તો ખબર પડે.


મોરલીના નાદે કેવી ગોપીઓ દોડીદોડી જાતી,

ગોપીભાવ ઉરમાંથી પ્રગટાવીએ તો ખબર પડે.


એ તો અર્જુનનો રથ હાંકનારો થઈને અગ્રેસર,

જીવનસુકાન એને સોંપી દઈએ તો ખબર પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational