ખબર છે મને
ખબર છે મને
નથી સ્થાન મારુ કોઈ તારા જીવનમાં,
કે પછી કોઈ લાગણી તારા દિલમાં,
ખબર છે મને...
નથી કોઈ અહેસાસ મારા દર્દનો,
કે પછી કોઈ પ્યાર તારા દિલમાં,
ખબર છે મને...
નથી કોઈ યાદ મારી તારા દિમાગમાં,
કે પછી કોઈ ઈચ્છા તારા મનમાં,
ખબર છે મને...
બસ ખબર નથી તો એજ કેમ અમે તમારા પ્યાર માટે આટલું ઝંખીએ છીએ.

