કેવો જાદુ કર્યો તારા પ્રેમે
કેવો જાદુ કર્યો તારા પ્રેમે
કોણ જાણે કેવી છે તારી આ હસ્ત્તિ,
તારા ચહેરા પરથી નજર નથી મારી ખસતી.
તારો ચહેરો જાણે કોઈ ખીલેલું ગુલાબ!
સદાયે તારી એ તસવીર મારા હૈયે વસતી.
કોણ જાણે કેવો જાદુ છે તારી આંખોમાં !
બસ આંખો દહાડો નામ હું તારું જપતી.
તારા પ્રેમમાં બની ગઈ હું તો પાગલ,
બસ મારી ગઝલોમાં હંમેશા ઝિક્ર તારો કરતી.
કેવું ઘેલું લગાડયું છે તે મારા આ હૈયાને !
આખો દહાડો તારાજ ખ્યાલોમાં હું ભમતી.
તારાજ શમણાંઓ લઈને રોજ હું સૂતી,
અને તારાજ ખ્યાલો લઈ રોજ હું ઉઠતી.
કેવો કામણગારો જાદુ કર્યો છે તારા પ્રેમે!
તારું નામ લઈને હું જગે ચર્ચાતી.

