Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Patel

Inspirational Others

4  

Purvi Patel

Inspirational Others

કેવો હશે ?

કેવો હશે ?

1 min
319


સૃષ્ટિનું સર્જન કરે એ સર્જનહાર કેવો હશે ?

બ્રહ્માંડની રચના કરે એ રચનાકાર કેવો હશે ?


અણુંઅણુંમાં વ્યાપ્ત એ સર્જનહાર કેવો હશે ?

ગ્રહોને ગતિ આપનાર રચનાકાર કેવો હશે ?


પંચ તત્વોનું સર્જનકરનાર સર્જનહાર કેવો હશે ?

પંચતત્વમાં પ્રાણ પૂરનાર રચનાકાર કેવો હશે ?


માનવનું સર્જન કરી શ્વાસનો પૂરનાર કેવો હશે ?

વિવિધ જીવસૃષ્ટિનો રચનાકાર કેવો હશે ?


કણ-કણમાં વ્યાપ્ત બની વિચરનાર કેવો હશે ?

કર્મનાં હિસાબે ન્યાય આપનાર કેવો હશે ?


કરી સર્જન પછી અંતરધ્યાન થનાર કેવો હશે ?

શોધે માનવ તોય ક્યાં જડે સંતાયો કેવો હશે ?


નામ આપ્યાં અનેક આપણે "તત્વ" એ કેવું હશે ?

થાકી હારી બેઠી હું મુજમાં વ્યાપ્ત કેવો હશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational