STORYMIRROR

Isha Kantharia

Romance Inspirational Others

3  

Isha Kantharia

Romance Inspirational Others

કેસૂડો

કેસૂડો

1 min
253

   (૧)

ફાગણ આવ્યો

લહેરાય કેસૂડો

હૈયે ઉમંગ.

     (૨)

કેસૂડો ખીલ્યો

નાના મોટા સૌ ખુશ

એ આવી હોળી.

    (૩)

પ્રેમમાં તારા

દેખી લાલ ગાલ

ફિક્કો કેસૂડો.

   (૪)

પ્રેમ મૌસમ

ખીલી કેસૂડા જેવી

પ્રેમમાં ડૂબ્યાં.

    (૫)

લીલી ચુંદડી

કેસૂડો રંગ ભર્યો

રંગબેરંગી.

   (૬)

હૈયે પ્રવેશ

કેસૂડો લહેરાય

હું પ્રફુલ્લિત.

    (૭)

ભાંગ ઘુઘરા

છે કેસૂડાનો રંગ

ખુશીનો સંગ.

    (૮)

ભૂલી ઝઘડા

ખીલો કેસૂડા જેમ

વધારો પ્રેમ.

   (૯)

કચ્છની ધરા

સજે છે કેસૂડાથી

લાલ ઓઢણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance