કેમ કરી બોલાવું
કેમ કરી બોલાવું
કેમ કરી બોલાવું તમને કેમ કરી બોલાવું ?
સ્નેહ પ્રેમ અને હેતથી કેમ કરી બોલાવું ?
આ ઉંમરે આપણે બંને, રહીએ થોડા છેટા,
બાળકો હવે મોટા થયા, રહીએ થોડા છેટા,
થોડા હસીને બોલીએ આપણે, કરીએ થોડી વાતો,
હવે ગયા જુના દિવસો ને લાગણીઓ થોડી રાખો,
બે ટાઈમ સાથે જમીએ, કરીએ સાથે ચા નાસ્તા,
થોડું થોડું મોર્નિંગ વોક, ને ના કરશો તમે ખાંસતા,
એકબીજાને આધારે આપણે, પુરૂં કરીશું જીવન,
સાદું જીવન ને સાદગી સાથે, માણીશું આ જીવન,
કેમ કરી બોલાવું તમને કેમ કરી બોલાવું ?
સ્નેહ પ્રેમ અને હેતથી કેમ કરી બોલાવું ?