કબરના ચણતરમાં
કબરના ચણતરમાં
પ્રિયા દિલની છે આપણી આ રમત
મારી સાથે તું જરાય કર ના ગમ્મત,
પ્રિયા નથી આપણે જરાય અલગ
હવે ન દેખાડ તું તારા આંસુની ઝલક,
પ્રિયા કયારેક જરૂર મળીશું આપણે
એ મારા દિલને પૂરો છે વિશ્વાસ કેમકે,
પ્રિયા તું છે રેતી અને હું છું સિમેન્ટ
થશે જરૂર સંવેદના પાણીના સ્પર્શથી,
પ્રિયા કયારેક જરૂર મળીશું આપણે
'વાલમ' પેલા એ કબરના ચણતરમાં.
