STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

કબરમાં શાંતિ મળશે નહીઁ

કબરમાં શાંતિ મળશે નહીઁ

1 min
181

તારા પ્રેમમાં ડૂબ્યો હતો હું,

કેમ બરબાદ થયો તે ખબર નથી,

વિચારી વિચારીને હું મરી ગયો છું,

મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં,


તારા પ્રેમમાં ફસાયો હતો હું,

બહાર કદી નીકળી શક્યો નથી,

તડપી તડપીને હું મરી ગયો છું,

મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં,


તારી બેવફાઈથી તૂટી ગયો હતો હું,

મારા દિલથી દર્દ સહન થઈ શક્યું નથી,

કબ્રસ્તાનમાં હવે દફન થયો છું હું,

મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં,


કેમ તેં આવું કર્યુ મુજ સંગ વ્હાલી હું,

તારા ફરેબી પ્રેમને ઓળખી શક્યો નહીં,

ભલે તું ફૂલ પાથરે કે ધૂપ પ્રગટાવે "મુરલી",

મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance