STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

4  

Arjun Gadhiya

Inspirational

કાઠીયાવાડી માણાં

કાઠીયાવાડી માણાં

2 mins
613

અમે સાવજો સાથે વસનારા રે,

રંગીલા અમે કાઠીયાવાડી માણાં,


અમે ગુર્જરમાના જાયા રે,

રંગીલા અમે કાઠીયાવાડી માણાં,


જ્યાં માથા વગર ધડ ધીંગાણે લડે,

અમે પાળિયાને પુજનારાં રે,

રંગીલા અમે કાઠીયાવાડી માણાં,


જ્યાં પ્રભુ મહેમાન થઈને રે આવે,

અમે દિકરા ખાંડી આપનારાં રે,

રંગીલા અમે કાઠીયાવાડી માણાં,


જ્યાં કનૈયો અને સૌમેયો વસે,

અમે ચામુંડાના બાળ રાજા રે,

રંગીલા અમે કાઠીયાવાડી માણાં,


જ્યાં મીરા ને નરસિંહની ભક્તિ રે ગાજે,

અમે કાગ-મેઘાણીનાં વ્હાલાં રે,

રંગીલા અમે કાઠીયાવાડી માણાં,


જ્યાં વટ ને વચનનાં વ્યવહાર હાલે,

અમે શુરતાનાં સરનામાં રે,

રંગીલા અમે કાઠીયાવાડી માણાં,


જ્યાં રત્નાકર ઘૂઘવાટા કરે,

અમે ગિરનાર ચડનારાં રે,

રંગીલા અમે કાઠીયાવાડી માણાં,


જ્યાં 'અર્જુન' રોજે ગીતડાં રે ગાવે,

અમે છીએ હેતનાં માણા રે,

રંગીલા અમે કાઠીયાવાડી માણાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational