STORYMIRROR

Zalak bhatt

Inspirational Others

4  

Zalak bhatt

Inspirational Others

કાર્યકર્તા

કાર્યકર્તા

1 min
224

કાર્ય અમારો ધ્યેય, કાર્ય અમારો ધ્યેય

એ ચિંતા ના માન મળે, કે મળશે અમને શ્રેય

કાર્ય અમારો ધ્યેય. . . . .


સ્વાસ્થ્યની રક્ષા કરીએ છતાં

અમે અસ્વસ્થ ના થઈએ

જ્યાં બોલાવે દર્દીઓ

ત્યાં તુરંત દોડી જઈએ

ખુદને ભૂલી, સૌને સ્વસ્થતા

દેવાની પડી ટેવ

કાર્ય અમારો ધ્યેય. . . .


અમે ઝાડુ લઈ હાથ સદાએ

સ્વચ્છ કરતાં સહુ માર્ગો

તોયે રાહે ચાલતાં લોકો

કંઈક કાઢે વાંધો !

કોઈ દોષ ના છતાં લોકો

કાં સમજે અમને ગૈર ?

કાર્ય અમારો ધ્યેય. . . . . 


અમે બનાવી બિલ્ડીંગ તુરંત

નવા દર્દીઓ કાજે

છતાં લોકો ભાન ભૂલે કાં ?

ખાંસી-શરદી કાજે

ડોકટર ભી એક માણસ છે

સમજો તો જીવન છે

કાર્ય અમારો ધ્યેય. . . .


અમે અમારી ડ્યુટી કાજે

હરદમ સાવધ રહેતાં

છતાં લોકો અમને જુઓ

કેમ લૂંટારા કહેતાં ?

ઘર ભૂલી જઈ સમાજ ને

આલ્યું સદાય શ્રેય

કાર્ય અમારું ધ્યેય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational