STORYMIRROR

Devendra Raval

Romance

4  

Devendra Raval

Romance

કારણ વગર

કારણ વગર

1 min
16

મ્હેફિલે આવી ચડ્યો કારણ વગર, 

જો તને આજે મળ્યો કારણ વગર.


રોજ ઊભો થઇ પડ્યો કારણ વગર,

લાગણી જોઈ રડ્યો કારણ વગર.


ચાહવાનો મેં ગુનો કર્યો ફક્ત,

એટલે સહુને નડ્યો કારણ વગર.


શોધ ક્યાં ક્યાં મેં નથી તારી  કરી,

દરબદર હું જો ફર્યો કારણ વગર.


પ્રેમ પર વિશ્વાસ રાખું આંધળો,

એવો ભગવાને ઘડ્યો કારણ વગર.


ડૂબવાની  માંડ તૈયારી  કરી,

ને કિનારો આ જડ્યો કારણ વગર.


હાર માની મેં નથી કોઈ દિવસ,

ભાગ્યથી પણ હું લડ્યો કારણ વગર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance