STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

કારણ જડ્યું મને

કારણ જડ્યું મને

1 min
413

શા કાજ જીવવાનું એ કારણ જડ્યું મને,

ને વ્હાલ પામવાનું એ કારણ જડ્યું મને.


કાયા તણા આ દર્દની પરવા નથી હવે,

ખુદને જ ચાહવાનું એ કારણ જડ્યું મને.


આપ્યું ઘણું પ્રભુ ના કંઈ માંગવું હવે,

આભાર માનવાનું એ કારણ જડ્યું મને.


માતા બનીને લાડ લડાવું એ લાલને,

બાળક ફરી થવાનું એ કારણ જડ્યું મને.


'હેલી'બની વહે છે જુઓ હેત નેણથી,

એને ન રોકવાનું એ કારણ જડ્યું મને.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational